
ઐશ્વર્યાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય હોવાથી તેના ચાહકો દેશવિદેશમાં છે, તેથી તે અન્ય દેશોમાં જાય તો જૈસા દેશ વૈસા ભેશની ઉક્તિ પ્રમાણે જે તે દેશના આધુનિક ફેશનના વસ્ત્રો પહેરે છે. તે વિદેશમાં ગ્રીક દેવી તરીકે લોકપ્રિય છે, અને ત્યાંના લોકો તેને પોતાના દેશના વસ્ત્રોમાં જોવા માગે છે.
પરંતુ ભાતરમાં તેને આદર્શ ભાતીય મહિલા તરીકે જોવામાં આવે છે. પરિણામે ઐશ્વર્યાના ભારતીય ચાહકોનો એક મોટો વર્ગ માને છે કે ઐશ્વર્યા ભારત અને ભારતીય સંસ્કૃતીની પ્રતિક બની ગઈ હોવાથી તેણે ગમે ત્યાં જાય ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે તેવા જ વસ્ત્રો પહેરવા જોઈએ.

ઐશ્વર્યાના લાખ્ખો ચાહકો સ્વીકારે છે કે ઐશ્વર્યાએ વૈશ્વિક ફેશનને અનુરૂપ જરૂરી હોય તે બધા જ વસ્ત્રો પહેરવા જોઈએ. જ્યારે ભારતીયતાના ચાહકોની દલીલ છે કે ભારતીય સાડીને કોઈપણ દેશની ફેશનમાં ઢાળી શકાય છે. ભારતીય નારીનું પ્રતિક હોવાથી ઐશ્વર્યાએ સાડીને જ દેશદેશાવરની ફેશનમાં ઢાળીને પહેરવી જોઈએ.
ઐશ્વર્યા વિદેશીઓ વચ્ચે ભારતીય પોષાકમાં વધુ શોભે છે કે ભારતીય પરીધાનમાં જ શોભી ઉઠે છે, તે અંગે કોઈ અભીપ્રાય બાંધતાં પહેલાં તેના દેશી-વિદેશી ડ્રેસમાં કેટલાક પ્રસંગોની હાજરીના ફોટોગ્રાફ તપાસી લઈએ.

1 પિન્ક બાર્બી ડ્રેસમાં એશ્વર્યાનું આકર્ષક રૂપ વધુ સારું કે નવોઢા ભારતીય મહિલાની જેમ લાલ સાડી અને ઘરેણામાં સજ્જ ઐશ્વર્યા વધુ આકર્ષક

2 ઐશ્વર્યાનો મલ્લિકા શેરાવતને પણ શરમાવે તેવો લો કટ ગળું ધરાવતો અને કમર દર્શાવતો સૌથી હોટ ડ્રેસ બધાને ઘાયલ કરી ગયો હતો તો ભારતીયતા છલકાવતો પોલકા ડોટ ધરાવતો ડ્રેસ ઐશ્વર્યાને જાજરમાન બનાવે છે.

3 ભારતીય સાડીમાં પણ પારદર્શક કાપડ વડે સેક્સી આકર્ષણ જગાવતી ઐશ્વર્યાનો અવતાર કોઈનાય મનમાં વસી જાય તેવો છે. તેની સામે સેક્સી કહેવાતો કાળો રંગ ઐશ્વર્યાના આ ડ્રેસમાં ગ્રેસફૂલ લાગે છે.

4 ઐશ્વર્યાની આ છબી દરેક ભારતીય જોવા ચાહે છે. દરેકને તે આકર્ષક લાગે છે. પરંતુ એશ્વર્યા પોતે પોતાનુંઆ સ્વરૂપ હવે અભિષેકને જ દર્શાવવા માગે છે

દરેકને લગ્ન કરવાની મારી સલાહ છેઃ ઐશ્વર્યા
બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય દરેક જણાને લગ્ન કરવાની સલાહ આપે છે. જીવનમાં લગ્ન એક સુંદર પ્રકરણ છે. તે એટલું અદ્ભુત અને આનંદમય છે કે તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. હું દરેક જણને લગ્ન કરવાની સલાહ આપું છું. આપણા પૈકી દરેક જણે તેનો અનુભવ કરવો જોઈએ.
હું અહીંયાં કડવા ચોથની ઉજવણી કરવા આવી ત્યારે બધા મારી મજાક ઉડાવતા હતા. પરંતુ મેં કહ્યું હતું કે, મારે તેનો અનુભવ કરવો જ રહ્યો. લગ્નજીવનના દરેક પાસાંની હું મજા માણી રહી છું. અલબત્ત નિખાલસપણે કહીશ કે, ર્વિંકગવુમન હોવાને લીધે હવે હું ખૂબ જ વ્યસ્ત રહું છું. મારે સમય સાથે સતત સ્પર્ધા કરવી પડે છે. મને કલ્પના પણ નહોતી કે, મારા દિવસો અને સમય આટલો બધો ભરચક હશે અને વ્યસ્ત હશે. 1994માં મિસ વલ્ર્ડનો ખિતાબ જીતનાર ઐશ્વર્યાએ ઔર પ્યાર હો ગયા ફિલ્મ સાથે બોલીવૂડમાં કારકિર્દીનો આરંભ કર્યો હતો. ઘડિયાળ અંગેના બ્રાઈડલ કલેકશન લોંગીનેસ બ્રાન્ડના ઉદ્ઘાટન નિમિત્તે આ અભિનેત્રી નવી દિલ્હી આવી હતી. લગ્ન પછી લોકોના પ્રતિભાવ અંગે બોલતાં તેણે કહ્યું હતું કે, અમે જ્યાં પણ ગયા ત્યાં લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે. હું તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ છું અને દૃઢપણે માનું છું કે, અમે એક પરિવારના હિસ્સો છીએ.
આમ છતાં તેણે નિખાલસપણે કહ્યું હતું કે, તે પરિવાર સાથે વધુ સમય વિતાવી શકતી નથી. અમારું હનીમૂન જ અમારી રજા હતી અને તે પછી તુરત અમે કામે લાગી ગયાં છીએ. દિવસની દરેકેદરેક મિનિટ હું અભિષેક સાથે પસાર કરવાનું પસંદ કરું છું. ર્વિંકગવુમન હોવાને લીધે લગ્નની ભારે જવાબદારી હોય છે અને દરેક બાબતે બાંધછોડ કરવી પડે છે. જોકે વ્યસ્તતા બાબતે મને રસ્તો મળી ગયો છે અને તે ટાઈમ મેનેજમેન્ટ. દરેક જણે ટાઈમ મેનેજમેન્ટ શીખવું જોઈએ. પોતાના સાસરિયાં, માતાપિતા તથા પતિ-પત્ની બંને માટે પણ સમય કાઢવો પડે છે. હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, ધૂમ-2 અને ગુરુ જેવી હિટ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ હવે તે સરકાર રાજ, પીન્ક પેન્થર અને જોધા અકબરમાં ફિલ્મ રસિયાઓને ડોલાવવા આવી રહી છે.

લોડ થઈ રહ્યું છે...