Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Family Filter | On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

દિવ્યા ખોસ્લાની નવી ફિલ્મ

ટી સીરીઝના ભૂષણકુમારની પત્ની દિવ્યાકુમાર

ભૂતપૂર્વ મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ખોસલા અને ટી સીરીઝના ભૂષણકુમારની પત્ની દિવ્યાકુમાર આજ કાલ સલમાન
ખાનને લઈને ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. દિવ્યા એક રોમેન્ટીંક થ્રીલર ફિલ્મ બનાવી રહી છે..

આ બાબતે વધુ જણાવત દિવ્યાં કહે છે કે હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ બાબતે શોધખોળ ચાલી રહી છે. જો બધુ બરાબર થઈ
જશે તો હું સલમાન ખાનને ચોક્કસ ફિલ્મ માટે ઓફર કરીશ. મારી પહેલી ફિલ્મમાં તો સલમાન ખાન જ જોઈએ.
સલમાન સાથે મારે સારો વ્યવહાર છે.

અત્રે જણાવવાનું કે સલમાન અને દિવ્યા આ અગાઉ હની હની નામના મ્યુઝિક આલ્બમમાં સાથે કામ કરી ચૂકયા છે.
દિવ્યાં કહે છે સલમાન સાથે વાચચીત કરવું ખુબ જ સારુ લાગે છે. કારણ કે સલમાન ખુબ એનર્જી ધરાવતો કલાકાર
છે અને તેની હાસ્યવૃત્તિ ખુબ સારી છે. નોધનીય છે કે દિવ્યાએ પોતાના અભિનયની કારકિર્દી અનિલ શર્માની ફિલ્મ
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો થી કરી હતી.

પોતાની ફિલ્મના દિગ્દર્શન ઉપરાંત દિવ્યા હિમેશ રેશમિયા અભિનિત કર્ઝ ફિલ્મમાં પણ વ્યસ્ત છે. ફિલ્મના ક્રિએટીવ
પ્રોડક્શનના કાર્યમાં દિવ્યા સહકાર આપી રહી છે. આ ફિલ્મમાં દિગ્દર્શક ઈન્દ્રકુમારની પૂત્રી શ્વેતા હિરોઈન તરીકે છે.
દિવ્યા કહે છે કે કર્ઝ ફિલ્મમાં દર્શકોને હિમેશના પરફોર્મન્સમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે. આ ફિલ્મ બતાવશે કે
હિમેશ વન ફિલ્મ વન્ડર નથી.
અસ્વીકરણ