
હાલમાં બોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન કેટરિના કૈફને પ્રમોટ કરનાર સલમાન ખાન હવે કેટરિનાની નાની બહેન ઈઝાબેલ કૈફને પ્રમોટ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. કારણ કે, સલ્લુમિંયાની પાછળ કેટરિના પડી ગઇ છે કે, તમે જેમ મને પ્રમોટ કરી હવે મારી બહેનને પણ પ્રમોટ કરી આપો..
જાણવા મળ્યા મુજબ સલમાન ખાન કેટરિનાની બહેનને પોતાની હિરોઈન તરીકે લોંચ કરવાનો છે. સલમાને લખેલી ફિલ્મ 'વીર'માં એ સલમાનની હિરોઈન બનશે. ઈઝાબેલ હાલમાં ફકત 17 વર્ષની ખુબસુંદર યુવતી છે અને કેટરિના જેવી જ ખૂબ દેખાવડી છે.

ઈઝાબેલ ઘણા વખતથી ફિલ્મમાં પગરણ માંડવાની તૈયારી કરી રહી હતી. એણે કેટરિના અને સલમાનને પોતાની ઈચ્છાજણાવી અને કોઈ કામ અપાવવાની વાત કરી હતી. તો બીજી તરફ સલમાને અમુક નિર્માતા-મિત્રોને ઈઝાબેલ વિશે વાતચીત કરી હતી. સલમાન ખાને લખેલી વાર્તા પર 'વીર' નામની ફિલ્મ બની રહી છે.
આ ફિલ્મ માટે હીરો શોધવાનું કામ શરૂ થઈ ગયું હતું. જોકે 'વીર' માટે ઘણી હિરોઈનોએ સામેથી આવીને કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી, પણ કોઈને ફાઈનલ નહોતી કરાઈ. પ્રિયંકા ચોપડા પણ હિરોઈન બનવા બેતાબ બની છે.
જોકે હાલમાં જ સલમાને નિર્દેશક અનિલ શર્મા સાથે ઈઝાબેલ સંદર્ભે વાત કરી હતી. અનિલ શર્મા પણ ઈઝાબેલને
હિરોઈન બનાવવા તૈયાર થયા છે. સલમાનની એ ફિલ્મ 15 કરોડના બજેટની છે અને એનું શૂટિંગ આવતા ઓગસ્ટથી શરૂ થવાનું છે.
ચાલો જોઇએ ઈઝાબેલ હવે તેની બહેનની માફક કેવો કરિશ્મા દેખાડે છે...

લોડ થઈ રહ્યું છે...