સસ્તી સફળતા મેળવવા સતત પ્રયત્નશીલ રહતા આજના કલાકારો જાતજાતના એવોર્ડ સ્મારોહમાં ધૂમ મચાવે છે. હવે તો સહપરિવાર જોઇ શકાય તેવી ભારતીય સંસ્કૃતિ મુજબની કોઇ ફિલ્મ જ નથી બનતી. ધંધાર્થી બનેલા આજના બોલીવુડમાં ફકત સેક્સ અને રમુજ ચાલે છે.. ફિલ્મ મેળવવા બધા કપડા ઉતારતી હિરોઇનો કોઇ પણ હદે જવા તૈયાર છે..તો તેનો
ભરપૂર ઉપયોગ કરનારા પણ ઓછા નથી. બધાને જોઇએ છે.. પબ્લિસિટી..
નંબર વન આઈટમ ગર્લ રાખી સાવંત કહે છે કે આઈટમ સોંગથી અમારું નસીબ રાતોરાત બદલાઈ જાય છે. અમને સ્ટેજ શોની ઢગલાબંધ ઓફર મળવા લાગે છે. આવો ચમત્કાર તો પૂરી ફિલ્મ કરવાથી પણ નથી થતો. જોકે આવા ગીતો ઐશ્વર્યાજી જેવી મોટી હિરોઈનોએ ના કરવા જોઈએ. હું તેને બહુ મોટી અભિનેત્રી માનું છું. તેને તો ઘણા સારા સારા રોલ મળી શકે છે. ડાંસ નંબર તો મારા જેવી અભિનેત્રી માટે ઠીક છે.
હજુ ગયા સપ્તાહમાં જ બોલિવૂડનું આદર્શ ગણાતું કપલ મલૈકા અરોરા-ખાન અને અરબાઝ ખાન વિખૂટા પડયાના સમાચાર ઝળક્યા. જેવા આ સમાચાર બધે ફેલાયા કે તરત જ અરબાઝ -મલૈકા ઉપર પૃચ્છા માટે ફોનનો વરસાદ થયો. બીજા દિવસે અરબાઝ-મલૈકાએ પત્રકારો સમક્ષ જાહેર કર્યું કે અમે એક પ્રોડક્ટના લોન્ચિંગ માટે આ પબ્લિસિટી સ્ટંટ કરેલો. એજન્સીના દબાણના કારણે જ અમે લોકોએ આ એંટિ પ્રચાર કરાવેલો હતો. બાકી અમારું લગ્નજીવન ઘણું જ સુખમય વીતી રહ્યું છે અને અમે અમારા ક્ષેત્રમાં ખુશ છીએ.
આવાજ એક પ્રચારમાં ભુતપૂર્વ કપલ શાહિદ અને કરિના કપૂર પણ જોડાયા હતા. તેઓએ મુંબઈના એક સાંધ્ય દૈનિકમાં બંનેના કિસિંગવાળા મોબાઇલ ક્લિપ છપાવીને હાહાકાર મચાવેલો. શાહિદ-કરિના એવું ઈચ્છતા હતાં કે આ જાતના અમારા મોબાઇલ ક્લિપથી અમારા રોમાંસને જગજાહેર થવામાં વેગ મળશે.
આ જાહેરાત બાદ બન્નેને એટલો પ્રચાર મળ્યો કે આજે બન્નેએ વિખુટા પડવાનો સમય આવ્યો.. સસ્તી પબ્લિસિટી મેળવવા જતા બન્નેને ભારે પડયું.
એક જમાનામાં ડિમ્પલ કાપડિયાએ પણ પોતાના પ્રચાર માટે સની દેઓલનો સહારો લીધો હતો. બંને ઘરના ભાંગેલા બંને પ્રેમી તરીકે જીવન વિતાવે છે. આ પ્રકારના ટાઇપના પ્રચારમાં જ ડિમ્પલને ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ સની દેઓલને મોંઘો પડયો. પરણેલા સનીએ ડિમ્પલ સાથેના સંબંધથી પોતાની પત્ની, મા અને પાપા ધર્મેન્દ્રની નારાજગીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
અક્ષયકુમાર સાથે રોમાંસના ચક્કર ચલાવીને પ્રચારમાં ઘણી અભિનેત્રીઓ આવી ગઈ. અક્ષય સાથે સહુ પ્રથમ આવી શિલ્પા શેટ્ટી, પછી રવિના ટંડન. આ બન્ને હીરોઇને અક્ષયકુમારનો લાભ લીધો કે અક્ષયે આ બંનેનો લાભ લીધો. એ તો એ લોકો જ જાણે. પરંતુ છેલ્લે અક્કી ટ્વિંકલ ખન્નાના હવાલે થઇ ગયો. ટ્વિંકલ સાથેના લગ્ન પછી પણ અક્ષયનો કેડો નહીં છોડનારી બોલિવૂડની એક હિરોઈન છે પ્રિયંકા ચોપરા. પરંતુ છેલ્લે ખબર પડી કે આ તો પ્રિયંકાનો સ્ટંટ હતો..
તેવીજ રીતે ક્લાસ વન હિરોઇન રાની મુકરજી પણ ગોવિંદાનો લાભ લીધો અને એમ પણ કહેવાય કે ઘરડો લાગતા ગોવિંદાએ રાનીનો સહારો લીધો. આ પ્રકરણનો અંત આવતા હવે રાનીની નજર ખ્યાત દિગ્દર્શક આદિત્ય ચોપરા પર પડી છે. તે પહેલા રાનીએ બચ્ચન પરિવારને લોભાવવાનો જરૂર પ્રયત્ન કર્યો હતો પણ અભિષેક ના મળતા દાક્ષ ખાટી લાગી..
બોલીવુડમાં પણ નંબર વન હિરોઇન અને પબ્લિસિટી સ્ટંટમાં પણ નંબર વન કહેવાતી ઐશ્વર્યા બચ્ચન.. નો વાત જ કરવી તેટલી ઓછી.. પહેલા તો તેને સલમાન ખાનનો ઉપયોગ કર્યો... પછી વિવેક ઓબોરોયનો અને બધો મતલબ પતી ગયો એટલે નંબર વન હિરોના દિકરા સાથે પરણી ગઇ.. છે..ને..એશ..ઇસ ગ્રેટ.. !
સંસાર કે પ્રેમીઓની તોડફોડ વિશે પ્રચાર ફેલાવવા માટે ફિલ્મ દુનિયામાં એક આખું નેટવર્ક ચાલી રહ્યું છે. જે એ લોકોના પબ્લિસિટી સ્ટંટ પાછળ રાત-દિવસ કાર્યરત રહે છે.
જોન-બિપાશાએ જોનની ‘ગોલ' ફિલ્મ માટે એન્ટિ પ્રચાર કરીને ‘ગોલ' હિટ કરવા વિચાર્યું. જોન-બિપાશા વિદેશ હોવાથી તેઓએ ફોન પર પોતાના સેક્રેટરીઓનો સંપર્ક સાધ્યો અને બીજે દિવસે બધે જોન-બિપાશાના બ્રેકઅપના સમાચાર ફેલાઈ ગયા. આ બાજુ બિપાશાએ જોનથી છુટ્ટા પડયા પછી જોનને નહીં બલકે ફૂટબોલ ખેલાડી મિરાન્ડોને તસતસતું ચુંબન કર્યું. આશરે અઠવાડિયા-પંદર દિવસ સુધી બંને વચ્ચે જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાચારો ફેલાતા ગયા. એક દિવસ ટીવીનાં ગીતોના એક રિયાલિટી શોમાં બંનેને સાથે જોયા. અને જાણે બંને ફરી પાછા એક થયાં હોય તેવું આબાદ રીતે દેખાડી દીધું.
રાજકપૂરે પણ તેના જમાનામાં પબ્લિસિટી સ્ટંટ કરવામાં બાકી રાખ્યું નહોતું. જેની અસર નરગિસ, વૈજયંતિમાલા, પદ્મિનીને ખરાબ રીતે પડી હતી. જો કે તેઓના પહેલાં ફિલ્મસ્ટાર્સ ખોટી પબ્લિસિટીમાં માનતા ન હતા.
જ્યારે સમીરા રેડ્ડી કહે છે કે, ફિલ્મોમાં માત્ર ગ્લેમર અને ગીતોથી કોઈની કારકિર્દી નથી બનતી, તે માટે કંઈક હટકે કરી બતાવવું જરૂરી છે. સેકસી અવતાર ધારણ કર્યા વગર કોઈ હિરોઈન ધેર-ધેર નથી પહોંચી શકતી.
સમીરા એમના વિશે જણાવે છે કે, હમણાં જ મેં આઈપીએલની મેચ દરમિયાન પરફોર્મ કર્યું છે. શો વગેરેમાં પણ ઘણી વ્યસ્ત રહું છું. આ સિવાય અરુણા રાજે લિખિત વાર્તા ‘રેડ એલર્ટ' પર કામ કરી રહી છું, જેનું દિગ્દર્શન અનંત મહાદેવન કરવાના છે. આ ફિલ્મ નકસલવાદ પર આધારિત છે, જેમાં મારા રોલ દ્વારા દર્શકોને જાણવા મળશે કે લોકો નકસલી કેમ બને છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટી, આયેશા ધારકર અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો પણ છે.
મને લોકો સેક્સી કહે તે મને ગમે છે અને મને નથી લાગતું કે આમાં કોઈને વાંધો હોય. રાની મુખરજી અને ઐશ્વર્યા રાયે પણ તેમની કારકિર્દીમાં સેકસી રોલ કર્યા છે.
આમ આઇટમ ગીતથી બોલિવૂડની હિરોઈનો એક વાત માનતી થઈ ગઈ કે જો સેટઅપ સારો હોય તો આઈટમ ડાંસ કરવામાં કંઈ ખોટું નહીં. આઇટમ સોંગ ખરેખર આઇટમી હોય તો બોકસઓફિસ પર ધૂમ મચાવી શકે છે.
લોડ થઈ રહ્યું છે...