બોલીવુડમાં નવીન તારલાઓનું આગમન - હમણાં હમણાંથી બોલીવુડમાં નવા-નવા નાયક-નાયિકાનું આગમન જોવા મળી રહ્યું છે. જેમાંના કેટલાકને ભાવિના સુપર સ્ટારો પણ ગણવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષની જેમ આ ચાલુ થયેલા નવા વર્ષમાં પણ ઘણા નવા સિતારાઓનું આગમન આપણને જોવા મળશે. હાલમાં જોઈએ તો મોટા ભાગના નાયક-નાયિકાઓની ઉંમર ત્રીસથી ઉપરની થઈ ચૂકી છે. રાની, પ્રીતિ, ઐશ્વર્યા જેવા નાયિકાઓ ફકત પસંદગીની ફિલ્મો અને નિર્દેશકો સાથે જ કામ કરે છે તો સેલિના, કંગના જેવી નાયિકાઓથી વધુ આશા રાખી શકાય તેમ નથી. ઓમ શાંતિ ઓમ અને સાવરિયાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકનાર દીપિકા પાદુકોણ, સોનમ કપૂર અને રણબીર કપૂર પ્રેક્ષકોને આકર્ષ્યા છે. જેમાં દીપિકાનો પ્રભાવ યુવાનોમાં ખૂબ જોવા મળે છે અને તેને અત્યારની એક સનસની ગણવામાં આવી રહી છે. તે મોડલ રહી ચૂકી હોવાથી ફિલ્મી જગતના દાવપેચ જાણે છે અને તેનામાં ભરપૂર ગ્લેમર છે. સોનમ કપૂર જે અનિલ કપૂરની દીકરી છે તેણે સાવરિયા ફિલ્મથી એન્ટ્રી મારી છે તેને સાઈન કરવા નિર્માતાઓની લાઈન જોવા મળે છે. તે એક ફિલ્મી પરિવારથી જોડાયેલી હોવાથી તેને વધુ મહેનત કરવી નથી પડી. નાયકોના નવા ચહેરાઓમાં નીતિન મૂકેશનો દીકરો નીલ મૂકેશ જોની ગદ્દારમાં ભરપૂર સ્ટાર કાસ્ટ હોવા છતાં પણ નામ કમાવી ગયો. તેનું કામ લોકોને પસંદ આવ્યું છે. રણધીર કપૂર, ઋષિ-નીતુનો આ કપૂર ખાનદાનની પરંપરાને આગળ વધારતો સોહામણો સ્ટાર છે. સાવરિયા ભલે ઓછી સફળ થઈ હોય, પરંતુ તે હાલમાં ઈન્ડસ્ટ્રીઝમાં હોટ પ્રોપર્ટી ગણવામાં આવે છે. હૈરી બાવેજાનો પુત્ર હરમન બાવેજા જે પ્રિયંકા ચોપરાનો ખૂબ જ નજીકનો મિત્ર (આગળ બીજી મિત્રતા વિશે ખબર નથી) ગણાય છે. તે પોતાની ફિલ્મી કેરિયર લવસ્ટોરી 2050થી શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતાં વર્ષે રીલીઝ થવાની શકયતા છે. તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ છે. રીતિકની સાથે તેની તુલના કરવામાં આવે છે. ગરીબ નિર્માતાઓના અમિતાભનું બિરૂદ મેળવી ચૂકેલો ગરીબોનો અમિતાભ ગણાતો મિથુન ચક્રવર્તીનો પુત્ર મિમોહ પણ પોતાની ફિલ્મની રજૂઆતની રાહ જોઈ રહ્યો છે. તેને આશા છે કે, તેના પિતાની જેમ પ્રેક્ષકો જરૂર તેને આવકારશે. તે તેના પિતાની જેમ તે એક સારો ડાન્સર પણ છે. આ નવીન તારલા, તારિકાઓ ફિલ્મમાં આવતાં પહેલાં ડાંસ, એકશન, ધોડેસ્વારી જેવી તમામ વિદ્યાઓમાં મહારથ મેળવી ચૂકયા છે. તો નાયિકાઓ પણ પોતાના દેહ લાલીત્યને વધુ સુંદર દેખાડવા વિવિધ સર્જરી કરાવીને આવી રહી છે સાથે નૃત્ય, એકશન પણ તેઓ શીખી ચૂકી છે. આશા છે કે, આ નવીન તારલાઓ જૂના જોગીની જેમ બોલીવુડમાં સ્થાન જમાવે અને પ્રેક્ષકોનો ભરપૂર પ્રેમ અને આદર મેળવે.
| પોર્ટલ નિર્માતા | Akshesh Savaliya |
| છેલ્લી વાર સંશોધિત | જૂન 19, 2008 4:57:30 PM IST |